23 માર્ચે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે : ભગવંત માન

0
676
શહીદ દિવસ

પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે અને રાજ્યની ભગવંત માન સરકાર સતત મોટા ર્નિણયો લઈ રહી છે. મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર ૨૩ માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. વિધાનસભામાં ડો.ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલીવાર હશે જ્યારે સરદાર ભગત સિંહના શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા હશે. આ પહેલા પંજાબના નવાશહેરમાં જ શહીદ દિવસ નિમિત્તે રજા રહેતી હતી. પરંતુ માન સરકારે શહીદ દિવસને લઈને એક નવી પરંપરા શરૂ કરી છે. તેમણે કહ્યું કે શહીદ-એ-આઝમ ભગત સિંહના શહીદ દિવસના અવસર પર ૨૩ માર્ચે સમગ્ર પંજાબમાં રજા રહેશે. આ સાથે ૨૮ સપ્ટેમ્બરે ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર પંજાબની શાળાઓમાં દિવસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં આવનારી પેઢીને ભગતસિંહના જીવન વિશે જણાવવામાં આવશે.

વિધાનસભામાં મુખ્યમંત્રી સરદાર ભગવંત માને કહ્યું કે, આ અવસર પર પંજાબના લોકો, વડીલો અને બાળકો ભગતસિંહને તેમના ગામ ખટકરકલાન જઈને શ્રદ્ધાંજલિ આપી શકશે. અંગ્રેજાે સામેના આઝાદીના યુદ્ધમાં ભગતસિંહને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ સુખદેવ અને રાજગુરુની સાથે ફાંસી આપવામાં આવી હતી. લાહોર ષડયંત્રના આરોપમાં ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને ગયા અઠવાડિયે પંજાબના ૧૭મા મુખ્યમંત્રી તરીકે સરદાર ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે શપથ લીધા હતા.

પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિત દ્વારા માનને પદના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદથી માન, ભગત સિંહની વિચારધારાને આગળ ધપાવવાનો સતત દાવો કરી રહ્યા છે. ભગવંત માન ભગત સિંહના સન્માનમાં બસંતી પાઘડી પહેરે છે. ભગવંત માને પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેલા લોકોને બસ્તી રંગની પાઘડી પહેરીને આવવાની અપીલ કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી ભગવંત માને તેમની ઓફિસમાં સરદાર ભગત સિંહ અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરો લગાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here