2500 ની લાંચ લેતા મહિલા પોલીસકર્મીને એ.સી.બી એ ઝડપી પાડ્યા

0
746

પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ છોડવા માગી હતી લાંચ

એ.સી.બી એ સફળ ટ્રેપ કરીને સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશાબેન કાનજીભાઈ ચૌધરી વુમન પોલીસ કોન્સ્ટેબલ સાંથલ પો.સ્ટે. જિ.મેહસાણા વર્ગ-૩ ને રૂ-૨૫૦૦ ની લાંચ લેતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ ફરીયાદીના ભાઈ તથા મિત્રોનાં નામે સાંથલ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ નો ગુનો નોંધાયેલ હોય આ ગુનાના કામે નામદાર કોર્ટના હુકમ આધારે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ છોડવા ફરિયાદી, તેમના ભાઈ તથા મિત્રો પાસેથી મુદ્દામાલ છોડવા બાબતે આ કામના આરોપીએ રૂ-૨૫૦૦/- ની માંગણી કરેલ.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનાં છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે લાંચની હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી આરોપી એ લાંચના રૂા.૨૫૦૦/-સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જવા પામ્યા હતા જેના અનુસંધાને એ.સી.બી એ રંગે હાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here