૪.૯૬ લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત કરાઈ

ખેડામાં રિક્ષામાં થતી ગાંજાની હેરાફેરીર ઝડપાઈ

0
1053
Cannabis-smuggling-caught-in-rickshaw.

ખેડા જિલ્લામાં નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે. ગેરકાયદેસર રીતે આવા નશીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. આ ફરિયાદો છેક ગાંધીનગરની સીઆઈડી નાર્કોટિક્સ સેલને થતાં આ સેલની ટીમ દ્વારા ગાંજા હેરાફેરીનો પર્દાફાશ થયો છે. મેમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાંથી ૨.૪૪ લાખના ગાંજા સાથે બેની અટકાયત કરવામાં આવી છે. આ બનાવમાં રિક્ષા તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૪ લાખ ૯૬ હજાર ૫૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. સાથે સાથે વધુ ત્રણ લોકોના પણ નામ ખુલવા પામ્યું છે. આમ કુલ ૫ ઈસમો સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીઆઈડી ક્રાઈમ નાર્કોટિક્સ સેલ ગાંધીનગરની ટીમે મહેમદાવાદના ખેડા રોડ ઉપરથી પસાર થતી ઓટો રીક્ષા નં. (જીજે-૨૩-એયુ-૩૦૩૮)ને ચોક્કસ બાતમીના આધારે અટકાવી હતી.

પોલીસને આ ઓટો રિક્ષામાં નશીલા પદાર્થો હોવાની શંકા જતા અટકાવી હતી. રિક્ષામાં ચાલક તથા અન્ય એક ઈસમ સવાર હતા. જેઓના નામઠામ પૂછતા આ બંનેએ પોતાના નામ સૈયદઅલી કાયમઅલી સૈયદ (રહે. ચુથાપુરા વિસ્તાર તા. મહેમદાવાદ) અને અક્ષય ભરતભાઈ પરમાર (રહે. વણકરવાસ, માકવા, તા.મહેમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. રિક્ષાની તલાશી લેતા પાછળની સીટમાંથી એક આસમાની કલરની પ્લાસ્ટિકની કોથળીમાંથી વનસ્પતિજન્ય પાંદડા દાંડી તથા અન્ય બીજા માદક પદાર્થો ભરેલો કોથળો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ નશીલા પદાર્થો ગાંજાે હતો જેનું વજન કરવામાં આવતા ૨૨.૭૫૦ કિ.ગ્રા કિંમત રૂપિયા ૨ લાખ ૪૪ હજારનો ગાંજાે મળી આવ્યો હતો.

મહેમદાવાદમાં ચર્ચની બાજુમાં રહેતા રાકેશ તથા અમદાવાદ ખાતે રહેતા જસ્ટિન અને સોનુ નામના ઈસમો પાસેથી આ ગાંજાે લાવીએ છીએ. તેમજ ૮ હજારના કિલોના ભાવે ગાંજાે લાવી ૧૨ હજારના ભાવે વેચાણ કરતા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગુનામાં વપરાયેલી ઉપરોક્ત ઓટો રિક્ષા સહિત રોકડ રૂપિયા ૪ લાખ ૯૬ હજાર ૫૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. સાથે સાથે કુલ પાંચ ઇસમો સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પકડાયેલા ગાંજાનો નમુનો એફ.એસ.એલ.માં ચકાસણી માટે મોકલવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here