1 એપ્રિલથી અમદાવાદથી રાજધાની, આશ્રમ એક્સપ્રેસ 45 મિનિટ મોડી ઊપડશે

દિલ્હી રૂટ પર ટ્રેક ડબલિંગનું કામ પૂરું

0
1088
train

રાજધાની 18.30એ, આશ્રમ એક્સ. 19.15 વાગે ઊપડશે

અમદાવાદ-દિલ્હી રૂટ પર ટ્રેક ડબલિંગની સાથે ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી અંતિમ તબક્કામાં છે. ત્યારે અમદાવાદ નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ તેમજ અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ હવે 1 એપ્રિલથી અમદાવાદથી તેના નક્કી સમય કરતાં 45 મિનિટ મોડી ઉપડશે.

આ બંનેનું ટ્રેન સંચાલન ઈલેક્ટ્રિક એન્જિન સાથે કરવા ઉપરાંત ટ્રેનોની સ્પીડ વધતા 1 એપ્રિલથી અમદાવાદથી ઉપડવાના સમયમાં પણ ફેરફાર કરાયો છે.. જેના પગલે અમદાવાદથી સાંજે 17.45 વાગે ઉપડતી રાજધાની એક્સપ્રેસ હવે 18.30 વાગે તેમજ 18.30 વાગે ઉપડતી આશ્રમ એક્સપ્રેસ 19.15 વાગે ઉપડશે. આ બન્ને ટ્રેનોના સમયમાં ફેરફાર કરાતા આ રૂટ પર દોડતી અનેક ટ્રેનોના સમયમાં પણ 5 મિનિટથી લઈ 10 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, આ બન્ને ટ્રેનોના અમદાવાદથી ઉપડવાના સમયમાં ફેરફાર કરાયો છે પરંતુ દિલ્હી પહોંચવાનો સમય યથાવત રહેશે. એજરીતે દિલ્હીથી બન્ને ટ્રેનો અગાઉના તેના નિર્ધારિત સમય પત્રક મુજબ જ ઉપડશે પરંતુ નિર્ધારિત સમય કરતા વહેલી અમદાવાદ પહોંચશે. મોટાભાગે અમદાવાદથી જયપુર વચ્ચે સમયમાં ફેરફાર કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here