અમદાવાદમાં પર્દાફાશ 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડ
ધોરણ 12ની માર્કશીટમાં ચેડાં કરીને બોગસ માર્કશીટના આધારે યુકેમાં એડમિશન અપાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે.જે વ્યક્તિને ધોરણ 12માં 70 માર્ક આવ્યા હોય કે તેથી વધુ આવ્યા હોય તેને યુકેમાં એડમિશન મળે છે. જો તેના માર્ક ઓછા હોય તો તેને IELTSની પરીક્ષા પાસ કરવી
નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા
જીવનને સાર્થક બનાવવા માટે લોકો પોતાની જીવનભરની બચાવેલી મૂડીથી વિદેશ જવાનાં સપનાં જોતાં હોય છે, પરંતુ તેઓ પોતાના અભરખા પૂરા કરવા એવા ભેજાબાજોના સકંજામાં આવી જાય છે, જેઓ તેમની જીવનભરની મૂડીને લૂંટી લેતા હોય છે. લોકોના જીવનને નરક બનાવી તેમના જીવનની આશાઓ સાથે ચેડાં કરતા ભેજાબાજ લોકોનો અમદાવાદની એલિસબ્રિજ પોલીસે પર્દાફાશ કર્યો છે. ધોરણ 12ની માર્કશીટમાં ચેડાં કરીને બોગસ માર્કશીટના આધારે યુકેમાં એડમિશન અપાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે.
નકલી ઓફિસ બનાવીને લોકો સાથે છેતરપિંડી
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ગ્રાન્ડ મોલના ત્રીજા માળે ભેજાબાજે AC ઓફિસ બનાવીને લોકોને છેતરવાનું કાવતરું શરૂ કર્યું હતું. ઘણા સમયથી આ પ્રકારે લોકોને ફસાવીને રૂપિયા પડાવતા ભેજાબાજ અને તેના મળતિયાઓની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અમદાવાદના આંબાવાડીમાં સ્થિત ઓફિસમાં એક વ્યક્તિ લોકોને યુકે મોકલવાની લાલચ આપતો હતો. જે વ્યક્તિને ધોરણ 12માં 70 માર્ક આવ્યા હોય કે તેથી વધુ આવ્યા હોય તેને યુકેમાં એડમિશન મળે છે. જો તેના માર્ક ઓછા હોય તો તેને IELTSની પરીક્ષા પાસ કરવી પડે છે, પરંતુ બંને ના થઈ શકે ત્યારે આવા ભેજાબાજો પોતાના શૈતાની ઉપાય અજમાવીને લોકોને છેતરવાનું કાવતરું શરૂ કરે છે.