15 થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર સહિત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ રહેશે

0
260
  • 7મી જાન્યુઆરીએ યોજાનારી પોષી પૂનમને લઈ મંદિરમાં કાર્યક્રમો રદ કરાયા
  • 5 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી માતાજી ની આરતીનું કરાશે જીવંત પ્રસારણ

સુપ્રસિદ્ધ યાત્રાધામ 51 શક્તિપીઠ અંબાજી મંદિર કોરોના સંક્રમણ લઈ 15 જાન્યુઆરી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ગબ્બર શક્તિપીઠ સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ કરવા નિર્ણય લેવાયો છે.

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ આંક 200 નજીક પહોંચી ચૂક્યો છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અગમચેતીના ભાગરૂપે સંક્રમણ ન ફેલાય તે હેતુથી વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર ગબ્બર મંદિર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

15 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજ આરતી નું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સર્વે લોકોને ઘરે બેઠા જીવંત પ્રસારણનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here