શ્રાવણ ભગવાન શિવનો પ્રિય મહિનો છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો 29 જુલાઈથી શરૂ થશે. આ મહિનામાં શિવપૂજા સાથે દાન અને ઝાડ-છોડ વાવવાનું ખૂબ જ મહત્ત્વ છે. શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં દાન કરવાથી દરેક પ્રકારના સુખ, વૈભવ અને પુણ્ય મળે છે.
શ્રાવણમાં દૂધ અને ફળના રસનું દાન
ધર્મગ્રંથોના જાણકાર પુરીના ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શ્રાવણમાં કોઈપણ વસ્તુનું દાન કરવાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે. આ મહિનામાં રૂદ્રાક્ષ, દૂધ, ચાંદીના નાગ, ફળનો રસ અને આંબળાનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ પામે છે.
દ્રાક્ષ દાન કરવાથી સુખ અને ઐશ્વર્ય વધે છે
શ્રાવણ મહિનામાં શિવજીનો અભિષેક, શિવપુરાણ કથા વાંચવી અને સાંભળવી અને મંત્ર જાપ સિવાય દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણ મહિનામાં ચાંદીના સિક્કા દાન આપવા કે ચાંદીથી બનેલાં નાગ-નાગણની મૂર્તિઓ શિવલિંગ ઉપર ચઢાવવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી. તેનાથી ઐશ્વર્ય વધે છે.