31 ડિસેમબરે મહેસાણા પોલીસનું સફળ કોમ્બિંગ..

  0
  239
  sp office mahesana

  ૩૧ મી ડીસેમ્બર વર્ષ ૨૦૨૧ ના દિવસે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે આ સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ કોમ્બીંગ ના.રા.નું આયોજન કરવામાં આવેલ જેમાં મહેસાણા જીલ્લા પોલીસે કરેલ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

  પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરનાઓ એ તથા માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર રેન્જ, નાઓ તરફથી નવાવર્ષની ઉજવણી કરવામાં આવે છે. જે દરમ્યાન રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોમ્બીંગનુ આયોજન કરી કામગીરી કરવા સુચના આપાલી હતી જની કામગીરી મહેસાણા જીલ્લા ખાતે અસરકારક થાય તે હેતુસર પોલીસ અધિક્ષક ડૉ. શ્રી પાર્થરાજસિંહ ગોહિલ સાહેબનાઓએ મહેસાણા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા શાખાઓના પોલીસ અધિકારીશ્રીઓ તથા વધુ પોલીસ કર્મચારીઓને કોમ્બીંગ ના.રા.માં ફાળવણી કરી મહેસાણા જીલ્લાના એન્ટ્રી-એકઝીટ પોઇન્ટો ઉપર તેમજ આ રોડને જાેડતા સર્વિસરોડ આવરી લઇ વાહનચેકીંગના પોઇન્ટ ગોઠવવા તેમજ જિલ્લાના હિસ્ટ્રીશીટરો તથા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ આચરતા ઇસમોને ચેક કરવા તથા હોટલ-ધાબા , ફાર્મ હાઉસો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ , શંકાસ્પદ સ્થળો, શકમંદ ઇસમો ચેક કરવા તથા નાસતા ફરતા આરોપીઓ ચેક કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે લગત જીલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પો.ઇન્સ.શ્રી, તથા પો.સ.ઇ. તથા વધુમાં વધુ પોલીસના માણસો કોમ્બીંગમાં રહેલ અને રાત્રીના સમયમાં ૧૨૨૬ જેટલા વાહનો, હોટલ, ધર્મશાળા-૧૩૨, ફાર્મહાઉસ-ભાડુઆત- ૩૭, શંકાસ્પદ સ્થળો-પર, વાઇટલ ઇન્સ્ટોલેશન-૧૬, શકમંદ ઇસમો-૧૪૨, એચ.એસ./એમસીઆર વાળા ઇસમો-૧૩૫ ને ચેક કરવામાં આવેલ હતાં.

  આ સમગ્ર કોમ્બીંગ દરમ્યાન શકમંદ ઇસમો જણાતા જી.પી.એકટ ક.૧૨૨ હેઠળ-૨ કેસો તેમજ દારૂ પીધેલ હાલતમાં વાહન હંકારતા ઇસમો સામે એમ.વી.એકટ હેઠળ ૮ કેસો તેમજ પ્રોહીબીશનના કુલ-૧પ કેસો કરેલ જેમાં દારૂ પીધેલ ઇસમો સામે- ૭ અને દારૂ નો જથ્થો રાખનાર ઇસમો સામે ૮ કેસો કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here