40 લાખનું તેલ વેચી મારનાર ટેન્કર ચાલક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તેલ વેચી મારી ટેન્કર ગટરમાં ખાબકાવી અકસ્માતમાં ખપાવવાની કોશિષ કરવાની પેરવી કરી હતી.ભીલડીમાં શનિવારે રાત્રે ટેન્કર જીજે 12 એટી 7280 ના ચાલકે રતનપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રની સામે ગટરના પાણીમાં તેલનું ટેન્કર ઊંધુ મારવાનું ષડયંત્ર રચેલ પરંતું તેમાં સફળતાં મળી ન હતી.જેના વિરુદ્ધ ગોંડલના તેલના વેપારી જયદીપભાઈ વિઠ્ઠલભાઈ રામાણી (પટેલ)એ (રહે.ગોંડલ, ગોકુલ ધામ સોસાયટી) એ ટેન્કર ચાલક સંજયભાઈ હિરાભાઈ માળી (રહે.મછુનગર,ઝુંપડપટ્ટી ખારી રોહર ,ગાંધીધામ જી.કચ્છ) એ પોતાના મળતીયાઓ સાથે મળીને અંદાજે રૂ.40 લાખનું રાયડા રિફાઈન તેલ વેચી મારી ફરાર થઇ ગયા હતા. જેના વિરુદ્ધ ગોંડલના તેલના માલીક વેપારી જયદીપ ભાઈએ ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ ભીલડી પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
જેની વધુ તપાસ ભીલડી પીએસઆઇ આર.જે.ચૌધરી ચલાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે ખાલી ટેન્કરને ચાલકે ગટરાના પાણીમાં પલ્ટી મરાવવાની કોશિશ કરી હતી.પરતું પોલીસને શંકા જતા આખરે પદાર્ફાશ થયેલ છે.
Source – divya bhaskar