5 જાન્યુઆરી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ

0
221

અમદાવાદ,

આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં ૪થી ૫ દિવસો દરમિયાન ઠંડીનું જાેર ઘટવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તો હવે ફરીથી ગુજરાતની જનતા અને ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૫ તારીખે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે.રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં થોડો બદલાવ જાેવા મળ્યો હતો. તો ૨૮ ડિસેમ્બરે સામાન્ય વરસાદ નોંધાયો હતો.અને આ વાતાવરણમાં થઇ રહેલા ફેરફારો માનવજાત પર આફતના એંધાણ છે.

હજુ થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગની માવઠાની આગાહી હતી. જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જાેવા મળ્યો. રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં ઠંડા પવનોને કારણે જાેકે ઠંડા પવનોનું જાેર ઘટતાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here