બેચરાજી પોલીસ દ્વારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જીલ્લા આયોજીત આદ્યશકિત પદયાત્રા મરતોલી થી બહુચરાજી તા.૨૬/૧૨/૨૧ રવિવાર સવારે કલાક.૦૯/૦૦ થી સાંજના કલાક. ૦૫/૦૦ વાગ્યા સુધી ક્ષત્રિય ઠાકોર સમાજની એકતા અને સમૃધ્ધિ માટે પદયાત્રાનું આયોજન કરેલ હોઇ જે સબંધે બહુચરાજી પોલીસ દ્વારા બહુચરાજી મંદીર ખાતે આવનાર ભાવિ ભકતોને પદયાત્રા તથા સભા તથા માતાજીના દર્શન દરમ્યાન અસામાજીક તત્વો તથા ખીસ્સા કાતરૂઓ દ્રારા ભુતકાળમાં આ પ્રમાણેના કાર્યક્રમોમાં ખીસ્સાઓ કાપી પૈસા તેમજ કીમતી ડોક્યુમેન્ટની ચોરી કરેલ છે. તેમજ સોના-ચાંદીના દાગીનાની પણ ચોરીઓ થયેલ છે.
જેથી બેચરાજી પોલીસ દ્રારા ક્ષત્રિય ઠાકોર સમાજની આદ્યશકિત પદયાત્રા દરમ્યાન આવતા ભાવિ ભકતો માટે સુચન કરવામાં આવે છે કે પદયાત્રા દરમ્યાન કિંમતી દરદાગીના કે વધુ પ્રમાણમાં રોકડ કે કીંમતી ડોક્યુમેન્ટસ રાખવા નહીં અને આ બાબતે રોકડ રાખવાની થાય તો પેન્ટના આગળના ખીસ્સામાં જ રાખવી અને આ બાબતે ખુબ જ તકેદારી રાખવી. ઉપરોકત તમામ પદયાત્રા સબંધે બેચરાજી પોલીસ દ્રારા યોગ્ય તકેદારી બંદોબસ્ત પુરો પાડવામાં આવશે. અને આ બાબતે કોઇ શંકાસ્પદ વ્યકિતઓ જણાઇ આવે તો તાત્કાલીક બેચરાજી પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે.
બેચરાજી પો.સ્ટે. સંપર્કઃ- ટે.નં.૦૨૭૩૪-૨૮૬૪૦૬, મો.નં.૯૬૮૭૯૪૮૦૪૧
બેચરાજી પોલીસ દ્રારા જનહિતમાં જારી