વિજાપુરમાં ડી.જી.વિજીલન્સ ત્રાટકી..૧૧ જુગારી ઝડપાયા

0
363

ડી.જી. વિજિલન્સે ૪૩ હજાર રોકડ, ૧૨ મોબાઈલ અને ૨ બાઈક જપ્ત કર્યા

વિજાપુર શહેરના ખત્રીકુવા વિસ્તારમાં સનરાઈઝ કોમ્પલેક્ષમાં ચાલતા જુગારધામ ઉપર બુધવારે ડીજી વિજિલન્સ ત્રાટકી હતી. વિજિલન્સે ૧૧ જુગારીઓ પાસેથી રૂપિયા ૪૩,૦૬૦ ની રોકડ રકમ, ૧૨ મોબાઈલ અને ૨ બાઈક કબજે લઈ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.વિજાપુર શહેરના ખત્રીકુવા વિસ્તારમાં નટવરજી ઠાકોર નામનો શખ્સ વર્ષોથી જુગારધામ ચલાવી રહ્યો છે. ૩ માસ અગાઉ ડીજી વિજિલન્સે રેઈડ કરી હોવા છતાં પણ જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ફરીથી રેઈડ કરાઈ હતી.

આ બાબતે લોકલ પોલીસે મીડિયાને માહિતી આપવામાં આપી ન હતી.પોલીસ સ્ટેશનમાં ૪-૪ વખત ફોન કરવા છતાં હજુ સુધી ફરિયાદ નોંધાઈ નહી હોવાનું ફરજ પરના પીએસઓએ રટણ કરે રાખ્યુ હતુ. પીએસઆઈ એન.એસ.ઘેટીયાને જાણ કરવા છતાં પણ જુગારીના નામ આપ્યા નહોતા. ત્યારે ડીજી વિજિલન્સની બબ્બે વખત રેઈડ કરવા છતાં કોની રહેમ નજર હેઠળ આ જુગારધામ ચાલી રહ્યુ હતુ તેવા અનેક સવાલો નાગરીકોના મનમાં ઉઠી રહ્યાં છે.રેઈડ દરમિયાન નટવરજી ઠાકોર સાથે ૧૧ શખ્સો ઝડપાયા હતા. વિજિલન્સે જુગારીયા પાસેથી રૂપિયા ૪૩,૦૬૦ ની રોકડ, ૧૨ મોબાઈલ અને ૨ બાઈક જપ્ત કર્યા હતા. બાકીના જુગારીઓના નામ માટે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ૪-૪ વખત ફોન કરવા છતાં હજુ સુધી ફરિયાદ નોંધાઈ નહી હોવાનું ફરજ પરના પીએસઓએ રટણ કરે રાખ્યુ હતુ. પીએસઆઈ એન.એસ.ઘેટીયાને જાણ કરવા છતાં પણ જુગારીના નામ આપ્યા નહોતા. ત્યારે ડીજી વિજિલન્સની બબ્બે વખત રેઈડ કરવા છતાં કોની રહેમ નજર હેઠળ આ જુગારધામ ચાલી રહ્યુ હતુ તેવા અનેક સવાલો નાગરીકોના મનમાં ઉઠી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here