આરોગ્યમંત્રીશ્રીના હસ્તે “આર્યુવેદિક ડ્રગ” લાયસન્સિંગની ઓનલાઇન કામગીરી માટેના વેબ પોર્ટલનું લોકાપર્ણ

  “આર્યુવેદિક ડ્રગ લાયસન્સિંગની ઓનલાઇન કામગીરી માટે વેબ પોર્ટલ શરૂઆત કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

  0
  585

  મહેસાણા ખાતે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે વેબ પોર્ટલનું લોકાપર્ણ કર્યુ.

  https://ayudmla.gujarat.gov.in/ પર થી લાયસન્સિંગની ઓનલાઇન કામગીરી કરાશે

  સુશાસન સપ્તાહ નિમિત્તે મહેસાણા ટાઉનહોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે આર્યુવેદિક ડ્રગ લાયસન્સિંગ ઓનલાઇન કામગીરીના વેબ પોર્ટલ ની શરૂઆત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ માં આર્યુવેદિક ડ્રગ લાયસન્સિંગની ઓનલાઇન કામગીરી માટે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.

  હાલમાં ગુજરાત રાજ્યમાં આશરે ૮૭૫ જેટલી આર્યુવેદિક દવાઓનું ઉત્પાદન કરતી પેઢીઓ આવેલી છે. જે આશરે સવા લાખ જેટલી વિવિધ બનાવટો (પ્રોડક્ટ)ની પરવાનગી ધરાવે છે. આ ઉપરાંત આ ઉત્પાદક પેઢીઓને વિવિધ પ્રકારના સર્ટીફિકેટ જેવા કે, જી.એમ.પી., ફ્રી-સેલ, નોન કન્વિકશન વિગેરે આપવામાં આવે છે.
  ઉપરોક્ત કામગીરી હાલમાં ઓફલાઇન થાય છે. જેના માટે અરજદારે કચેરીમાં અરજી કરવા, અરજીનું ફોલોઅપ લેવા તેમજ પરવાના મેળવવા રૂબરૂ આવવું પડતું હોય છે.
  ઉપરોક્ત તમામ કામગીરી ઓનલાઇન કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ અને NIC એ સાથે મળીને ayudmla.gujarat.gov.in નામનું એક વેબ પોર્ટલ બનાવેલ છે. આ વેબ પોર્ટલ થકી રાજ્યમાં માન્ય નાના મોટા આર્યુવેદ દવાઓના ઉત્પાદકો લાયસન્સને લગતી કામગીરી, બનાવટો, (પ્રોડક્ટ લાયસન્સ)ની કામગીરી તેમજ વિવિધ સર્ટીફીકેટ મેળવવાની કામગીરી ઓનલાઇન કરી શકશે તેમજ આ અરજી કરવા માટેની જરૂરી ફી પણ તેઓ ઓનલાઇન સાયબર ટ્રેરી મારફત કરી શકશે.

  આ પોર્ટલની મદદથી અરજદારોને ઇ-મેઇ/એસ.એમ.એસ. થી તેઓની મંજુર થયેલ અરજીની તાત્કાલિક જાણ થઈ શકશે અને QR કોડ થકી તેઓ પોતાના સ્થળેથી જ પ્રિન્ટ કરી શકશે.આમ થવાથી અરજદારો ને ગાંધીનગરના બિન જરૂરી ઘકકા માંથી મુક્તિ મળશે અને તેઓનો કિમતી સમય અને પ્રવાસ ખર્ચ નો પણ બચાવ થશે. આમ કરનાર ગુજરાત દેશ નું પ્રથમ રાજ્ય બનેલ છે.

  આ મહત્વપુર્ણ આર્યુવેદિક ડ્રગ લાયસન્સિંગની ઓનલાઇન કામગીરી માટેના વેબ પોર્ટલનો પ્રારંભ મંત્રી શ્રી રૂષિકેશભાઇ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠોના વરદ હસ્તે જિલ્લા કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલ, ડો. એચ. જી. કોશિયા, કમિશનરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય ગાંધીનગર, સાંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ, વિજાપુર ધારાસભ્યશ્રી રમણલાલ પટેલ, કડી ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલ હતું.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here