સોમવારે રશિયામાં ઈસ્લામિક સ્ટેટ (IS) આતંકી સંગઠનના એક આતંકવાદીને પકડવામાં આવ્યો છે.રશિયન સુરક્ષા એજન્સીઓ દ્વારા આ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીઓએ દાવો કર્યો છે કે આ આત્મઘાતી હુમલાખોર ભારતમાં બ્લાસ્ટ કરવાની યોજના ઘડી રહ્યો હતો. તેના નિશાના પર ભાજપના મોટા નેતાઓ તેના નિશાના પર હતા.
ભારતમાં સત્તાધારી પક્ષ એટલે કે ભાજપના કોઈ મોટા નેતાને આત્મઘાતી હુમલામાં મારવાની આ આતંકવાદીની યોજના હતી. રશિયાની સરકારી એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વિસે સોમવારે તેની ધરપકડની માહિતી જણાવી હતી.
મળેલી માહિતી અનુસાર , રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)એ પ્રતિબંધિત ISના એક સભ્યની ધરપકડ કરી છે. આ આતંકવાદી મધ્ય એશિયાઈ દેશનો વતની છે. પકડાયેલ ISIS આતંકવાદીને તુર્કીમાં આત્મઘાતી બોમ્બર તરીકે ભરતી કરવામાં આવ્યો હતો. કરવામાં આવેલી પૂછપરછમાં આ આતંકવાદીએ કબૂલ્યું છે કે તેણે ભારતના ટોચના નેતાની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે IS ભારતમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.એજન્સી અનુસાર, આ આતંકવાદીએ એપ્રિલથી જૂન સુધી તુર્કીમાં આતંકવાદની ટ્રેનિંગ લીધી હતી. આઈએસના એક નેતાએ તેની આત્મઘાતી હુમલાખોર તરીકે ભરતી કરવામાં આવી હતી. ત્યાં તેને આત્મઘાતી હુમલાની તાલીમ આપવામાં આવી હતી. તે ટેલિગ્રામ દ્વારા IS સાથે જોડાયો હતો.