ઇન્કમ ટેક્સ દ્વારા પુજારા ટેલિકોમના ઓફિસ અને ઘર પર હાલ દસ્તાવેજાે તેમજ હિસાબો ચેક કરવા કાર્યવાહી હાથ ધરી
બિલ્ડરો બાદ હવે રાજકોટમાં ટેલિકોમ કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રખ્યાત પુજારા ટેલિકોમના માલિક યોગેશ પુજારા અને મેનેજીંગ ડિરેક્ટર રાહીલ પુજારાના રહેણાંક મકાન તેમજ સરદારનગર સ્થિત પુજારા ટેલિકોમ શો-રૂમ ખાતે આજે સવારથી પોલિસ બંદોબસ્ત સાથે ઇન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યું છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ઇન્કમ ટેક્સ દ્વારા પુજારા ટેલિકોમના ઓફિસ અને ઘર પર હાલ દસ્તાવેજાે તેમજ હિસાબો ચેક કરવા કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પુજારા ટેલિકોમની શરુઆત રાજકોટથી થઇ હતી અને ટેલિકોમ દુનિયામાં ગુજરાતમાં તેઓ આગવી ઓળખ ધરાવે છે. આજે સમગ્ર ગુજરાતમાં પુજારા ટેલિકોમના ૧૫૦થી વધુ મોબાઈલ સ્ટોર ઉપલબ્ધ છે. ત્યારે અચાનક આવી પડેલા આઇટી વિભાગના સર્ચ ઓપરેશનમાં તપાસ બાદ શું સામે આવે છે તે જાેવાનું રહ્યું. હાલ ચુસ્ત પોલોસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ છે. જ્યારે કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
રાજકોટમાં મોબાઈલ વિક્રેતાને ત્યાં આઇટી વિભાગના દરોડાની કામગીરીને રાજકોટ પોલીસ પણ એલર્ટ જાેવા મળી રહી છે.વર્ષ ૨૦૧૭થી OPPO મોબાઇલ પર ચાલી રહેલા દેશવ્યાપી દરોડાને પગલે રાજ્યોમાં સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરાઇ હતી. ત્યારે રાજકોટના પૂજારા ટેલિકોમની ગુજરાતમાં OPPO ના મુખ્ય ડીલર તરીકે ગણના થાય છે. જેને પગલે શહેરમાં પુજારા ટેલિકોમની મુખ્ય ઓફિસ પર ઇન્કમ ટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.આ સાથે તેના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ આયકર વિભાગ ત્રાટક્યું છે. પુજારા ટેલિકોમની સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ CA જે.સી.રાણપરાની રાજકોટ ઓફિસમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવાના આવ્યું છે. પૂજારા ટેલિકોમના CA જે.સી.રાણપરાની ઓફિસમાં પણ અચાનક આવક વેરા વિભાગની ટીમ ત્રાટકતા પૂજારા ટેલિકોમના બેનામી વ્યવહાર મળે તેવી શકયતા સેવાઈ રહી છે..