ધંધામાં પૈસાની જરૂર હોઈ ૪૫ લાખની લૂંટનો પ્લાન ઘડ્યો હતો.
પાટણ જીલ્લામાં તરખાટ મચાવનાર ઘટનામાં પોલીસે બહુ મોટો ખુલાસો કર્યો છે.સિદ્ધપુરમાં રૂ ૪૫ લાખની લૂંટનું ખોટું તરકટ ઊભુ કરનાર શખ્શ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેની અટકાયત કરી દીધી છે.સિદ્ધપુર પોલીસ સ્ટેશનના કન્ટ્રોલ રૂમ પર શનિવારની મોડી રાત્રે એક વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે તાવડીયા ચાર રસ્તા પાસે મારી પર હુમલો કરી મને મારમારી રૂ.૪૫ લાખની લૂંટ થઈ છે. સિદ્ધપુર પી.આઇ ચિરાગ ગોસાઈ, પી.એસ.આઇ. પી.એસ.ગોસ્વામી, પી.એસ.આઇ. જે.આર શુકલા તેમજ પોલીસ ટીમ સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
પોલીસને જાણવા મળ્યું હતું કે,જ્યાં પ્રકાશભાઈ નાગજીભાઈ રબારી રહે,લુણવા અને હાલ રહે.આનંદ બંગ્લોઝ, સિદ્ધપુરવાળાને ધંધામાં પૈસાની જરૂર હોઈ તેમના ભાઈ પાસેથી રૂ.૪૫ લાખ લાવેલ હતા જે થેલામાં મૂકી બાઇકમાં ભરાવીને તાવડીયા ચોકડી પાસે સિદ્ધાર્થ પણ પાર્લર પર આવેલ ત્યારે પાર્લર પર સુરજ ઠાકોર અને બીજા બે અજાણ્યાં માણસોએ બોલાચાલી કરી બાઇકમાં ભરાવેલ થેલો જેમાં રૂ. ૪૫ લાખની લૂંટ કરી નાશી ગયા હતા.ત્યારબાદ પોલીસે
સમગ્ર સી.સી.ટી.વી કેમેરા ચેક કર્યા હતા.
આ બનાવ અંગે પોલીસને શંકા ગઈ હતી કે આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા તે બાબતે ક્રોશ ઈન્કવાયરી કરતા સમગ્ર લૂંટનો બનાવ શંકાસ્પદ જણાતાં પોલીસ દ્વારા કડક પૂછતાછમાં અંતે પ્રકાશભાઈ રબારી ભાંગી પડ્યો હતો અને જણાવેલ કે પોતાની પાસે ૪૫ લાખ નહોતા અને આ લૂંટનો કોઈ બનાવ પણ બન્યો નથી અને પોતે પોતાની સાથે લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને પોલીસને ગેર માર્ગે દોરી છે જાેકે આ બાબતની ગંભીરતા લઈ સિદ્ધપુર પોલીસ દ્વારા પોલીસને ગેર માર્ગે દોરવા બદલ તેમજ સુરજ ઠાકોર અને અજણ્યા બે ઈસમો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા બાબતે સિદ્ધપુર પોલીસ દ્વારા પ્રકાશભાઈ નાગજીભાઈ રબારી સામે આઇપીસી કલમ ૧૮૨, અને ૨૧૧ મુજબ ફરિયાદ નોંધી તેની અટકાયત કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.