ખેરાલુમાં વેપારી મંડળના પૂર્વ પ્રમુખની દુકાન પર હુમલો થતાં ખેરાલુની બજારો જડબેસલાક બંધ.

    0
    364

    ખેરાલુ વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ મનિષભાઈ શાહની રેડીમેઈડ કપડાની દુકાન એક ખાટકી યુવાન પોતાના બાળકો સાથે કપડા ખરીદવા આવ્યો હતો અને વેપારી દ્વારા ઘરે કપડા બતાવવા ન આપતા મામલો બિચકતા વેપારી પર હુમલો કરતા એના પડઘા આખા ખેરાલુ શહેરમાં પડ્યા હતા અને પૂર્વ પ્રમુખના સમર્થનમાં ખેરાલુની બજારમાં આવેલી તમામ દુકાનો જડબે સલાક બંધ થઈ જવા પામી હતી.બનાવની જાણ થતાં ખેરાલુ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં ખેરાલુના તમામ વેપારીઓ ખેરાલુ પોલીસ સ્ટેશન પર મનિષભાઈ શાહને લઈને ફરીયાદ કરવા આવી પહોંચ્યા હતા.

    ખેરાલુમાં ભરબજારે આ રીતે હિચકારો હુમલો કરતા આખી બજારમાં ભયનું વાતાવરણ પેદા થવા પામ્યું હતું અને તેને લઈને ખેરાલુ વેપારી મહામંડળના આગેવાનો ફરીયાદ નોંધાવા ખેરાલુ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બનાવના સંદર્ભે ખેરાલુ પોલીસે 3 થી 4 આરોપીની અટકાયત પણ કરી દીધી અને સમગ્ર મામલે વિસનગર Dysp એ.બી વાળંદ પણ ખેરાલુ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.ખેરાલુ પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા ખેરાલુ વેપારી મહામંડળના પ્રમુખ દ્વારા આવતી કાલથી તમામ વેપારીઓએ પોતાના વ્યવસાય રોજગાર રાબેતા મુજબ ખોલી દેવા અપીલ કરી હતી.

    અહેવાલ : રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ, ખેરાલુ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here