ACB નો સકંજો: સહકારી મંડળીના મંત્રી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

    0
    425

    રામપુરા (કુકસ) દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીએ સભાસદ નો વીમો પાસ કરવા 4000 માંગ્યા હતા.

    મહેસાણાના રામપુરા (કુક્સ) ગામે આજે સવારે ACB એ છટકું ગોઠવી મંડળીના મંત્રીને રંગેહાથ ઝડપી લીધો હતો.

    રામપુરા (કુક્સ) દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ફરિયાદીના પિતા સભાસદ હતા. મૃતક પિતાના 35 હજારનો વીમો પાસ કરવા માટે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી નારણભાઈ મોતીભાઈ ચૌધરીએ 4000 રૂપિયાની માગણી કરી હતી.

    ફરિયાદીના પિતાનું 3 મહિના અગાઉ કેન્સરના કારણે મોત થયું હતું.જે વિમાની રકમ ના મળતાં આ બાબતે મંત્રી નારણભાઈ ને વાત કરી હતી.

    ડેરીના મંત્રીએ 35 હજાર મજુર કરાવવા માટે સંઘના સાહેબો ને વ્યવહાર કરવો પડશે તેમ કહી 4000 ની માંગણી કરી હતી.

    લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોઈ મહેસાણા ACB ને જાણ કરતાં ACB એ છટકું ગોઠવી ડેરીના મંત્રી નારણ ચૌધરીને 4000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here