વિસનગરમાં ચાલતી સંખ્યાબંધ તેલની ઘાણીઓમાં માત્ર આઠ જાેડે જ લાયસન્સ
શિયાળો શરૂ થતાંની સાથે વિસનગરમાં કચરીયા પાક માટે બજારમાં તેમજ હાઈવે પર મોટો પાયે તેલની ઘાણીઓ જાેવા મળે છે.કહવાય છ કે વિસનગરનું કચરીયું વિદેશમાં પણ મોકલાય છે. પણ શું તમે જાણો છો કે તમે જે કચરીયું ચીકી આરોગો છો તે કેટલી ગુણવત્તા ધરાવે છે.વિસનગર નગરપાલિકા દ્રારા તાજેતર દબાણ હટાવવાની પ્રક્રિયામાં શહેરમાં જાેવા મળતી તેલની ઘાણીઓ નજરમાં આવતાં લાયસન્સનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.
વિસનગરમાં તાજેતરમાં નગરપાલિકા અને પોલીસ સ્ટેશન રોડ તેમજ નૂતન હાઇસ્કુલ સામે આવેલી દુકાનોના દબાણો હટાવ્યા હતાં. જેમાં તેલઘાણીની દુકાનો પણ આવી છે. જાેકે, શહેરમાં માત્ર આઠ તેલઘાણીની દુકાનના માલિકો ગુમાસ્તા લાયસન્સ ધરાવે છે. જ્યારે શહેરના મેઇન રોડ પર તેમજ મહેસાણા ચોકડી, હાઇવે રોડ પર ઠેર ઠેર તેલની ઘાણીઓ ધમધમી રહી છે. જે બાબતે પાલિકા તપાસ કરે તેવી લોકમાંગ ઉઠી છે. જેથી લાયસન્સ વગરની તેલઘાણીઓના માલિકોને નોટિસ ફટકારવામાં આવશે તેવી નગપાલિકાના સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે.
વિસનગર નગરપાલિકા દ્રારા માત્ર દુકાનોને લાયસન્સ માટે નોટીસ ફટકારવામાં આવશે કે પછી ઘાણીઓમાં ઉત્પાદન થતી ચીજ વસ્તુઓની પણ ચકાશણી કરવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે.શહેરમાં આઠ તેલઘાણીને ગુમાસ્તા ધારા લાયસન્સ આપવામાં આવ્યા છે. જેની પાસે ગુમાસ્તા ધારા લાયસન્સ નહીં હોય તેવી તેલઘાણીની તપાસ કરવામાં આવશે. વિસનગરમાં પાલિકા અને સ્ટેશન રોડ તેમજ હાઇવે રોડ મહેસાણા ચાર રસ્તા ઉપર નાગરિકોને ચાલવા માટે ફૂટપાથ બનાવી છે. જેના ઉપર દુકાનદારો કેબીનો મૂકી છે જેની તપાસ કરીને ગેરકાયદે મુકેલા ફૂટપાથ પરના દબાણકર્તા સામે પણ નગરપાલિકા પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.