નિર્ભયમાર્ગ ન્યૂઝના ભક્તિ સંદેશ કાર્યક્રમમાં નિહાળો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના લાઈવ

0
160

નિર્ભયમાર્ગ ન્યૂઝ ગુજરાતીમાં ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ભાવિ ભક્તો અને દર્શક મિત્રોને ગુજરાતના કાશી સમાન ધોળેશ્વર મહાદેવ ના દર્શન..

શ્રી ધોળેશ્વર મહાદેવનું પુરાણ પ્રસિધ્ધ શિવાલય ગાંધીનગર અમદાવાદ હાઈવેથી બે કિલોમીટરના અંતરે પવિત્ર સાબરમતિ નદીના કાંઠે રાદેસણ ગામની સીમમાં આવેલું છે. પ્રાચીન સમયમાં આ વિસ્તાર ઋષિમુનીઓની તપોભૂમિ તરીકે પ્રખ્યાત હતો.લીલી વનરાઈ અને કુદરતી સાૈંદર્યથી ભરપૂર આ સ્થળનું વિશેષ મહત્વ છે.

લોકવાયકા પ્રમાણે આ ધોળેશ્વર મહાદેવની ગાથા મહાભારત સાથે પણ સંકળાયેલી છે.પાંડવો દ્રારા અજ્ઞાતવાસ દરમ્યાન અહી પૂજા પાઠ કરવામાં આવતી હોવાની લોકમુખે ચર્યાય છે.ધોળેશ્વર મહાદેવને ગુજરાતના કાશીની ઉપમા મળેલી છે. કહેવાય છે કે વ્યક્તિ કાશીમાં વિશ્વનાથના દર્શન કરીને અને ગંગામાં સ્નાન કરીને જે પુણ્ય કમાય છે તે આ સ્થળે સાબરમતિમાં સ્નાન કરી ધોળેશ્વર મહાદેવના દર્શન કરવાથી મળી જાય છે.કહેવાય છે કે દેવતાઓના રાજા ઈન્દ્રને આ પવિત્ર સ્થાને સ્નાન કરવાથી બ્રહ્મહત્યાના દોષમાંથી મુક્તિ મળી હતી.દોષમાંથી મુક્તિ મળતાં ઈન્દ્રનો દેહ પૂર્ણિમાના ચન્દ્રની જેમ ધવલ થઈ ગયો હતો જેથી ઈન્દ્રએ આ સ્થાનમાં ધોળેશ્વરની સ્થાપના કરી હતી.

કુદરતી સૌદર્યથી ભરપૂર આ સ્થાનક વિશે ઘણી લોકવાયકાઓ પ્રસિધ્ધ છે. જેમાંની એક શિવભક્ત ભીલની છે.જેને પોતાની ભક્તિથી ભગવાન શિવનો સાક્ષાત્કાર કર્યો હતો.પૌરાણિક સમયમાં આ જગ્યાએ આ જંગલમાં એક ભીલ શિકારી નિર્દોષ પશુપંખીઓનો શિકાર કરી આનંદ પામતો હતો.એેક દિવસે આ સ્થળે શિવલિંગ જાેતાં તે સાબરમતી નદીમાં જઈ પોતાના મોંઢામાં પાણી ભરી લાવ્યો અને શિવલિંગ ઉપર જળનો અભિષેક કરી ભગવાન શિવને હરણના માંસનો ટુકડો ચઢાવ્યો અને ભગવાન શિવને પોતાનું સર્વસ્વ માની દરરોજ પૂજા અર્ચના કરવા લાગ્યો.આ શિવલિંગની સાત્વિક પૂજા કરતા એક વૈશ્યને આ બાબતની જાણ થતાં બ્રાહ્મણોના કહેવાથી શિવલિંગને પોતાના ઘરે લઈ ગયો.બીજા દિવસે પેલો ભીલ નિત્યક્રમ મુજબ મોંઢામાં પાણી અને હરણનું માંસ લઈને શિવલિંગ ઉપર ચઢાવવા માટે આવ્યો ત્યાં શિવલિંગને ના જાેતાં વ્યાકુળ થયેલા ભીલે ભગવાન શીવને આજીજી કરવા લાગ્યો અને ભયાનક આક્રંદ સાથે પોતાનું પેટ ચીરીને આંતરડા બહાર કાઢીને ચારેબાજુ ફેંકવા લાગ્યો જેથી ભગવાન શિવે પ્રસન્ન થઈને તેને દર્શન આપ્યાં અને પોતાનો પ્રાસદ બનાવી વરદાન આપ્યું અને કૈલાસમાં દ્રારપાળ બનાવ્યો. આ ભીલની સાચી ભક્તિને લીધે પેલા વૈશ્યને પણ ભગવાન શંકરના દર્શન..

આ ધોળેશ્વર મહાદેવની વાત કરીએ તો અહીં એવી લોકવાયકા છે કે જે કોઈ મનુષ્ય પૂનમે,અમાષે કે સંક્રાતિના દિવસે અથવા સૂર્ય ચંદ્રના ગ્રહણ વખતે આ તીર્થમાં આવી પિતૃશ્રાધ્ધ કરે છે તો પિતૃઓને બાર વર્ષ સુધીની તૃપ્તિ થાય છે.આ ધવલેશ્વરમાં કોઆ એક બ્રાહ્મણને જમાડવાથી ૧૦૦૦ બ્રાહ્મણોને જમાડ્યાનું પુણ્ય મળે છે.કહેવાય છે કે પ્રાણીમાત્રનું કલ્યાણ કરનારા ભગવાન શીવ સતયુગમાં નીલકંઠ,ત્રેતાયુગમાં હર અને દ્રાપર યુગમાં સર્વ નામથી પ્રસિધ્ધ થયાં હતા તે કળીયુગમાં ધવલેશ્વર નામથી ઓળખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here