વિસનગર શહેરમાં આવેલ હરિહર સેવા મંડળના હોલમાં તારીખ ૨૦/૧૨/૨૦૨૧ ના રોજ અંગદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી અને વિસનગર ના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મૃત્યુ પછી અંગદાન કરવા માટે સમજ પુરી પાડવામાં આવી હતી. જેમાં અંગદાન થકી કોઈ બીજા વ્યક્તિની જિંદગી બચાવી શકાય છે તેને નવું જીવન આપી શકાય છે તેવી જાગૃતિ લાવવા માટે અને વધુમાં વધુમાં લોકો અંગદાન કરે તે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક જગ્યાએ શિબિર યોજવામાં આવી રહી છે. જેમાં વિસનગર માં પણ શિબિરનું આયોજન કરાયું હતું અને અંગદાન એ મહાદાન છે તે અંતર્ગત લોકોને સમજૂતી પુરી પાડવામાં આવી હતી.