પાટણ જીલ્લાના નાનકડા ગામે શિક્ષણના વિકાસના નામે મીંડુ
૩ વર્ષથી નવી શાળાની મંજૂરી આપવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી તેવું ગામલોકોનું કહેવું છે.
સરકાર ભલે શિક્ષણના બાબતે મોટી મોટી વાતો કરતી હોય પણ રણકાંઠા વિસ્તારના ગામડાઓમાં શાળાના મકાન અન્ય સુવિધાઓથી વંચિત છે.પાઠણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના રણકાંઠાને અડીને આવેલા નવી કુંવર ગામમાં પ્રા.શાળાનું મકાન છેલ્લા ૫ વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી બનતા ધો.૧.થી ૮ ના ૨૦૪ બાળકોને ખુલ્લામાં અને પતરાંના શેડ નીચે અભ્યાસ કરી રહ્યા છે. શાળા દ્વારા બાળકોના શૈક્ષણિક કાર્ય માટે ધો.૧ થી ૨ શાળાના પતરાના શેડ નીચે, ધો.૩ થી ૪ શાળાની બાજુમાં આવેલા નાના મકાનમાં,ધો.૫ થી ૮ ગ્રામ પંચાયત ભવનમાં વ્યવસ્થા કરવામાં કરાઈ છે.
નવી કુંવરના સરપંચે વહીવટીતંત્ર ઉપર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે,છેલ્લા ૫ વર્ષ થી શાળા બનાવવા માંગણી કરી હતી ત્યારે ૩ વર્ષથી નવી શાળાની મંજૂરી મળી ગઈ છે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ કામગીરી હાથ ધરી નથી.વારંવાર રજુઆત કરવા છતાં ગ્રાન્ટ નથી તેવા ઉડાઉ અને વાહીયાત જવાબો આપવામાં આવી રહ્યાં છે.ગામના ૨૦૪ બાળકો ના ભાવી સાથે ચેડાં થઈ રહ્યા છે.