જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ખેરાલુ તાલુકાના પ્રાથમિક શિક્ષકો આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે એક દિવસીય ધરણા પર બેઠા હતા.
શિક્ષકો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારી મુખ્યમાંગણીમાં જુની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે એ છે જેનાથી અમારા પરીવારનું ગુજરાન થઈ શકે.રજુઆતને ધ્યાને નહી લેવાય અને અમારી માંગ નહી સંતોષાય તો આગામી સમયમાં જિલ્લા સ્તર પર પણ આ ધરણાના કાર્યક્રમો આપવામાં આવશે..
વધુમાં જણાવ્યું હતું કે આ ધરણા પ્રદર્શન અને અમારી માંગણીઓ બિનરાજકીય છે અને આ કાર્યક્રમ કોઈ રાજકીય પક્ષનો સહારો દીધા વિના જ આપવામાં આવશે અઑએ અમારી માંગણીઓ સરકાર સમક્ષ મુકવામાં આવશે.
આજે ખેરાલુ તાલુકામાંથી મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકોએ ખેરાલુ ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેસી પોતાની માંગણી સરકાર સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો હતો.
અહેવાલ:-રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ખેરાલુ