જે વ્યક્તિને લોકોએ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો, તે અપમાન કરવા નહીં પણ ચોરી કરવા ગયો હોવાનો ખુલાસો થતાં પોલીસ ફરીયાદ થશે
શનિવારે સાંજે પણ અમૃતસરમાં અપમાન કરનાર આરોપીની રોષે ભરાયેલી ભીડે માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો
યુવકની હત્યા બાદ SSP ખાખે કહ્યું કે અહીં આવ્યા પછી અમને ખબર પડી કે નિઝામપુર ટર્ન પર બનેલા ગુરુદ્વારાના મેનેજર બાબા અમરદીપ સિંહ રવિવારે સવારે ૪ વાગ્યે આવ્યા અને તેને જાેયો. ગુરુદ્વારામાં બહારના રાજ્યોના બે સેવાદાર પણ રાખવામાં આવ્યા છે. તેમણે તપાસ કરી તો જાેયું કે જે યુવક ચોરી માટે આવ્યો હતો તે બહારનો વ્યક્તિ હતો. તેમણે તેના નોકરોને કહીને યુવકને પકડી લીધો. ત્યારપછી તેની સાથે મારપીટ કરી પૂછપરછ કરવામાં આવી હતી.
શ્રી ગુરુ ગ્રંથ સાહિબના સ્વરુપ સાથે કોઈ છેડછાડ થઈ ન હતી તેવો ખુલાસો થયો છે.SSPએ કહ્યું કે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને જાેયું કે ગુરુદ્વારા સાહિબમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબ ઉપરના માળે છે. નીચે રહેવા માટે રૂમ બનેલા છે. તેમણે આ યુવકને નીચેના રૂમમાં બંધ કરી દીધો હતો. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના સ્વરુપ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. જ્યારે તેમણે ગુરુદ્વારાના સંચાલકોની ફરી પૂછપરછ કરી તો તેમણે જણાવ્યું કે આરોપી યુવકે જે જેકેટ પહેર્યું હતું તે તેમના સેવકોનું હતું. કદાચ તે જેકેટ ચોરી કરી લઈ જઈ રહ્યો હતો.
ભીડને સમજાવાનો પ્રયત્ન પરંતુ તેઓ ન માન્યા. પોલીસે અહીં આવીને લોકોને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓએ પહેલા જ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી દીધો હતો. જેના કારણે ત્યાં ભારે ભીડ ઉમટી પડી હતી. તેમણે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે શ્રી ગુરુ ગ્રંથ સાહિબના સ્વરુપ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. આમ છતાં લોકોએ સાંભળ્યું નહીં અને તેને મારી નાખવામાં આવ્યો. હવે પોલીસ સોશિયલ મીડિયાના વીડિયો અને અન્ય પુરાવાના માધ્યમથી સમગ્ર મામલાની તપાસ કરશે.
પંજાબમાં શનિવારે સાંજે અમૃતસર પછી સતત બીજા દિવસે રવિવારે સવારે કપૂરથલામાં અપમાનની ઘટના સામે આવી છે. કપૂરથલાના નિઝામપુર પાસે એક યુવકે નિશાન સાહિબનું અપમાન કર્યું. જે બાદ ગ્રામીણોએ તેમની ધરપકડ કરી લીધી અને તેને પુરી દીધો. આ વાતની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી અને યુવકને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો. જે બાદ ત્યાંનું વાતાવરણ તણાવપૂર્ણ થઈ ગયું હતું. ભીડ માગ કરી રહી હતી કે આરોપીને તેમને સોંપવામાં આવે. તેઓને પોલીસ પર વિશ્વાસ નથી કેમકે માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાની વાત કરીને દરેક વખતે આવા આરોપીઓ સજામાંથી બચી જાય છે. ભીડ એક જ માગ કરી રહી હતી કે તેઓ પોતાની રીતે આવા આરોપીઓને સજા આપશે.ત્યાં મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો એકઠાં થઈ ગયા હતા. આ દરમિયાન તેમની પોલીસ સાથે ધક્કા-મુક્કી પણ થઈ. કપૂરથલાના SSP આગેવાનીમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ જાેઈને પ્રદર્શન માટે એકઠાં થયેલા લોકોએ શીખ સંગતને બાદશાહપુર પોલીસ ચોકીની પાસે એકઠાં થવા માટે બોલાવ્યા હતા.
રવિવાર સવારે સામે આવ્યો મામલો છે.અમૃતસર સ્થિત શ્રીદરબાર સાહિબમાં અપમાનનો મામલો હજુ ઠંડો પડ્યો ન હતો કે પંજામાં વધુ એક અપમાનની ઘટના સામે આવી. કપૂરથલા જિલ્લાના નિઝામપુર પાસેના ગુરુદ્વારામાં એક વ્યક્તિએ નિશાન સાહિબનું અપમાન કર્યું. ગ્રામીણોએ અપમાન કરનારની ધરપકડ કરી જે બાદ તેને માર માર્યો. ગ્રામીણોએ આ અંગેનો વીડિયો પણ બનાવ્યો છે.
અમૃતસરમાં શીખ ધર્મના સર્વોચ્ચ ધાર્મિક સ્થળ શ્રી દરબાર સાહિબમાં એક યુવકે અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક શ્રદ્ધાળુ બનીને અંદર પ્રવેશ્યો હતો. જ્યારે તેમણે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સમક્ષ માથું નમાવવા માટે પહોંચ્યો ત્યારે અચાનક ગ્રીલ કૂદીને મુખ્ય જગ્યાએ પહોંચી ગયો. તેણે ત્યાં રાખેલા શ્રી સાહેબને ઉપાડી લીધા. જાે કે, ત્યાં હાજર કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. જે બાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં તેનું મૃત્યુ થયું હતું.
યુવકની ઓળખ હજુ થઈ નથી પરંતુ તે ઉત્તર પ્રદેશનો હોવાનું કહેવાય છે. પોલીસે તેની ઓળખ માટે મૃતદેહને ૭૨ કલાક સુધી સુરક્ષિત રાખ્યો છે. જ્યારે આ ઘટના પછી, પોલીસે યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સાથે જ દરબાર સાહેબની બહાર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલાની સીસીટીવી કેમેરા દ્વારા તપાસ કરી રહી છે.