વિજાપુરના પિલવાઈ ગામની વધુ ૨ મહિલાનો રિપોર્ટ ઓમિક્રોન પૉઝિટિવ આવતાં ખળભળાટ

0
649

મહેસાણા જિલ્લ્લામાં ઓમિક્રોનના કેસનો આંકડો ૩ પર પહોંચ્યો.

ઓમિક્રોન સંક્રમિત મહિલાની સાસુ અને પાડોશી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મહેસાણાના વિજાપુરમાં કોરોના સંક્રમિત થયેલી વધુ બે મહિલામાં ઓમિક્રોન વેરિયેન્ટ કન્ફર્મ થયો છે. પિલવાઈની મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ ગાંધીનગર મોકલાયા હતા. તે પૈકી અગાઉ ઓમિક્રોન સંક્રમિત મહિલાની સાસુ અને પાડોશી મહિલામાં ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં ત્રણેય મહિલા વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વિજાપુરના પિલવાઈમાં ૧૧ ડિસેમ્બરે ૪૧ વર્ષિય મહિલામાં ઓમિક્રોનના લક્ષણો જણાતાં તેના સેમ્પલ લઈ ગાંધીનગર લેબમાં મોકલાયા હતા.જેનો રિપોર્ટ ૧૬ ડિસેમ્બરે પોઝિટિવ આવતાં ઉત્તર ગુજરાતનો પ્રથમ ઓમિક્રોન વેરિયેન્ટનો કેસ નોંધાયો હતો. ત્યાર બાદ આરોગ્ય વિભાગે મહિલાના સંપર્કમાં આવેલા તેમના ૬૫ વર્ષીય સાસુ અને ૪૦ વર્ષીય મહિલાને પણ વડનગર સિવિલમાં દાખલ કરી બંનેના સેમ્પલ ગાંધીનગર મોકલ્યા હતા. આ બંને મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં ઓમિક્રોનના ૩ કેસ થયા છે.

સારી વાત એ છે કે ૫૪ લોકોના લીધેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.પિલવાઈની ત્રણેય મહિલા કોરોના સંક્રમિત થતાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને તેમના સંપર્કમાં આવેલા ૫૪ લોકોના સેમ્પલ લઈ ટેસ્ટ કરાતાં ૫૩ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ગામમાં ઘરના મોભીનું મરણ થતાં રાખેલા બેસણા બાદ સાસુ-વહુ અને પાડોશી મહિલા સંક્રમિત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here