વિસનગર શહેરમાં સવાલા દરવાજા પાસે આવેલ પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે સેવાસેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સરકારની તમામ યોજનાઓથી છેવાડાનો માનવી વંચિત ન રહી જાય તે માટે સેવાસેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે ત્યારે વિસનગર માં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારની યોજના જેવી કે આવકના દાખલા, ક્રિમિલીયેર, આધારકાર્ડ, જન્મ મરણના દાખલા, આયુષ્યમાન કાર્ડ, માં અમૃતમ કાર્ડ , વાત્સલ્ય કાર્ડ વગેરે જેવી સરકારની અનેક યોજનાઓનો લાભ મળે તે માટે સેવાસેતુ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. કાર્યક્રમ માં નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચીફ ઓફિસર અશ્વિનભાઈ પાઠક, કોર્પોરેટર જગદીશભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, ચાર્મીબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો.