ગટરની સમસ્યા :- વિસનગરના કાંસા એન.એ વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો

સ્થાનિકોએ હાઇવે પર બેસી જઈને હાઇવે ચક્કાજામ કર્યો

0
542

વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતાં સ્થાનિકોએ ઊંઝા-વિસનગર હાઈવે ચક્કાજામ કરતા ટ્રાફિક જામ કર્યો

વર્ષોથી જનતાના સમસ્યારૂપ બની ગયેલા કાંસા એન.એ.વિસ્તારના ગટરના ઉભરાતાં પાણીના પ્રશ્ને આજે જાેરદાર વિરોધ કરવામાં આવ્યો છે.વિસનગર તાલુકામાં કાંસા એન.એ.વિસ્તારમાં રહેતા સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો અને ખાડાની સમસ્યાને લઈને ભારે હાલાકી ભોગવી રહ્‌યાં છે જે બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોવાથી આજે શનિવારે સ્થાનિકોએ હાઇવે પર બેસી જઈને હાઇવે ચક્કાજામ કર્યો હતો.જેના પગલે પોલીસે રહીશોની અટકાયત કરી હતી.

કાંસા ચોકડીથી રામાપીર મંદિર સુધી ઉભરાતી ગટરો અને ખાડાની સમસ્યાને કારણે ત્રાહિમામ પ્રજાએ વિસનગરથી ઊંઝા હાઈવે પર બેસી હાઇવે ચક્કાજામ કર્યો હતો. રસ્તા ઉપર ઉભરાતી ગટર અને ખાડાની સમસ્યા મામલે સ્થાનિકોમાં રોષ જાેવા મળ્યો હતો.વિસનગરથી કાંસા ચોકડીથી કાંસા એન.એ ગ્રામ પંચાયત તરફ જતા ફોરલેન રોડ ઉપર ગટરો ઊભરાતી હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. તેમજ રોડ ઉપર પડેલા ખાડાને રીપેર કરાવવા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જેથી સ્થાનિકોએ ઊંઝા-વિસનગર હાઈવે ચક્કાજામ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે આવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરી રસ્તો રોકતા લોકોની પોલીસે અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here