ગરીબોને અપાતું સસ્તું અનાજ બારોબાર સગેવગે થઇ જવાનો મામલો
ભૂતિયા લોકોના નામે તેમજ જેણે અનાજ લીધુ જ ના હોય તેવા ગ્રાહકો ના નામે અનાજ બારોબાર સગેવગે થતુ હોવાને પગલે રાજ્ય સરકારે લીધો ર્નિણય લીધો છે.રાજ્ય નો અન્ન અને પૂરવઠા વિભાગ બનાવશે “રાશન એપ “ જેમાં એક- એક ગ્રાહકને આપવામાં આવેલ અનાજની તમામ માહિતીનો રેકોર્ડ એપમાં રહેશે.આ એપની સુવિધાથી પોતાના નામે કોઇ અન્ય તો અનાજ નથી લઇ જઇ રહ્યું તેના વિશે ગ્રાહક ખુદ એપ મા જાેઇ શકશે
સરકાર દ્રારા બનાવવામાં આવી રહેલી આ એપમાં અનાજની કવોલિટી મુદ્દે એપ થકી સીધી ફરિયાદ કરી શકાશે.દુકાનદારો ના વ્યવહાર થી લઇને વિતરણ વ્યવસ્થા મુદ્દે આપી શકશે રેટીંગ.આગામી ૨૪ તારીખે સુધીમાં એપ નુ વિધીવત લોન્ચિંગ થઈશકે તેવી માહિતી જાણવા મળી રહી છે.રાશન એપ બનાવવા સાથે સસ્તા અનાજ ના દુકાનદારો નુ કમિશન વધારવાનો પણ રાજ્ય સરકારે ર્નિણય લીધો છે.અત્યાર સુધી એક ક્વિન્ટલ દીઠ – ૧૦૮ રુપિયા કમિશન અપાતું હતું જે વધારીને રુપિયા ૧૫૦ કરાશે.આગામી જાન્યુઆરી માસ મા સસ્તા અનાજ ના દુકાનદારો નુ કમિશન વધારવાની કરાશે વિધીવત જાહેરાત ..
કમિશન વધારવા સાથે રાશનમાં વિવિધતા આપવાનો પણ રાજ્ય સરકારે લીધો ર્નિણય.હવે ટૂંક સમય માં જ રાશન કાર્ડ હેઠળ કપાસિયાતેલને ને બદલે સીંગતેલ અપાશે,સીંગતેલ ની સાથે- સાથે મગ અને ચણાની દાળ આપવાની પણ કરાઇ શકે છે જાહેરાત.અંદાજે ૩.૪૫ કરોડ ની વસ્તી રાશન કાર્ડ દ્વારા લે છે સસ્તા અનાજ નો લાભ જે બાદમાં વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
અહેવાલ -દિપક વ્યાસ,ગાંધીનગર