ભારતની એકમાત્ર નાગપુર મહારાષ્ટ્ર ખાતે ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા ચાલતી ફાયર ઓફિસરની તાલીમ કેન્દ્ર અને એશીયા ખંડની ફર્સ્ટ નંબરનું તાલીમ સેન્ટર ગણાય છે, જેમાં થરાદ નગરપાલિકામાં ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા એકમાત્ર વિરમભાઈ પ્રેમજીભાઈ રાઠોડને ૪૬ બેન્ચના ઓફિસરમાં પસંદગી થઈ હતી. તેઓને તાલીમમાં ગુવહાટી ખાતે મુકવામાં આવ્યા હતા, જાેકે તેઓએ સન્માન સાથે તાલીમ પાસ કરતા સમાજ અને થરાદ નગરપાલિકાનું માન વધારતા બનાસકાંઠામાં પહેલા અને ગુજરાતમાં ઠાકોર સમાજના પહેલા ફાયર ઓફિસર તરીકે ખ્યાતિ મેળવી છે.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ