ડીસા શહેરમાં લાંબા સમય બાદ કોરોનાની એન્ટ્રી

સમગ્ર વિશ્વ સહિત ભારતના વિવિધ રાજ્યોમાં કોરોનાએ ફરી વાર માથું ઉચક્યું છે ત્યારે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. જાેકે, કોરોનાએ અંશે રાહત આપ્યાં બાદ ફરી વખત ફુંફાડો માર્યો છે.લાંબા સમય બાદ બનાસકાંઠામાં કોરોનાની એન્ટ્રી થતાં હાહાકાર મચી ગયો છે.લંડનથી આવેલા યુવકનો કોરોના પોઝીટીવ આવતાં આરોગ્ય કર્મચારીઓ દોડતા થયાં.

શર્મા હર્ષ પરમાનંદ..રહે,પીંક સોસાયટી લંડનથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર ટેસ્ટ કરાતાં કોરોના પોઝિટિવ નોંધાયો હતો.એમ્બ્યુલન્સ મારફતે પોઝિટિવ દર્દીને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.વિશ્વ લેવલે કોરોના વાયરસના વધી રહેલા કેસોમાં ડીસામાં પણ કોરોના વાયરસ પગ પેસારો કર્યો છે.લાંબા સમય બાદ કોરોના નો કેસ આવતા જ ડીસા આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શનમાં આરોગ્ય વિભાગને ખબર પડતા જ દર્દીને તાત્કાલિક ધોરણે ડીસા સિવિલ હોસ્પિટલ આવી સારવાર આપવાની શરૂઆત કરી હતી તથા તેના સંપર્કમાં આવેલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

અહેવાલ..અરવિંદ પુરોહીત,બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here