અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન પ્રશાસન અત્યારે રશિયા પાસેથી જી-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ હેઠળ ભારત સામે પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે. અમેરિકી રાજદ્વારી અધિકારી ડોનાલ્ડ લુએ ગઇકાલે આ અંગે જણાવ્યું હતું.
અમેરિકાના રિપબ્લિકન અને ડેમોક્રેટિક આમ બંને મુખ્ય પક્ષોએ ‘ભારત સાથેના અમેરિકન સંબંધો’ પર સુનાવણી દરમિયાન ભારતની ટીકા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત એ ૩૫ દેશોમાં સામેલ હતું જેણે રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર (UN) માં મતદાન દરમિયાન મતદાનથી પોતાને દૂર રાખ્યું હતું. ભારતે રશિયા પાસેથી ડિસેમ્બર, ૨૦૨૧માં આ જી-૪૦૦ ડીલ ફાઇનલ કરી હતી, અને હજુ પણ આ ડીલ ચાલુ છે. ત્યારે રશિયા વિરુદ્ધ UNમાં મતદાન ના કરવાથી ભારતને હવે અમેરિકન ક્રોધનો સામનો કરી શકવો પડે છે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (CAATSA) એ અમેરિકાનો ફેડરલ કાયદો છે. જે હેઠળ, અમેરિકા દ્વારા ઈરાન, ઉત્તર કોરિયા અને રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે.
ગત તા. ૨૭ જુલાઇ ૨૦૧૭ના રોજ અમેરિકન સંસદમાંથી પસાર થયા બાદ આ બિલ સેનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ગત તા. ૨ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ અમેરિકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંગે તેમણે જણાવેલું કે આ કાયદો ગંભીર રીતે ખામીયુક્ત છે. ભારત રશિયન હથિયારોનો સૌથી મોટો આયાતકાર દેશ છે. આ પૂર્વે, અમેરિકા તુર્કી પર પણ પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમેરિકાનો અત્યારે સૌથી મોટો દુશ્મન દેશ ચીન છે. જાે અમેરિકાને ચીન સાથે સંબંધ સારા રાખવા છે તો અમેરિકાને ભારતની ગરજ પડવાની જ છે. આ માટે પણ અમુક અમેરિકન સાંસદોનું કહેવું છે કે, અમેરિકાએ કાટસા એક્ટ હેઠળ ભારત પર પ્રતિબંધ ના લગાવવા જાેઈએ. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ૮મો દિવસ છે.
ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ હાથ ધરાયું છે, જે અંતર્ગત અનેક ભારતીયોને યુક્રેન અને પાડોશી રાષ્ટ્રોની સરહદથી એરલિફ્ટ કરીને વતન પરત લાવવામાં આવી રહ્યા છે. ભારત પર અત્યારે રશિયા- યુક્રેન યુદ્ધ પર પ્રતિક્રિયા આપવા અંગે વૈશ્વિક દબાણ વધી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સ એટલે કે ેંદ્ગમાં ભારતે રશિયા વિરુદ્ધ વોટ ન આપવા પર અમેરિકા ખફા થયું છે. આ અંગે અમેરિકી ધારાશાસ્ત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિમાં કાટસા એક્ટ હેઠળ ભારત પર પ્રતિબંધોનું જાેખમ વધી ગયું છે.